ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ?

મેષ: ધંધાર્થીને લાભના યોગ રહે, ગૃહ વિવાદ ટાળવો અને ખર્ચના ખાડા પૂરવા અઘરા જણાય.

વૃષભ: આપની મૂંઝવણો દૂર થાય, ધંધામાં પ્રગતિકારક તકો મળે અને આર્થિક સદ્ધરતા મળતી જણાય.

મિથુન: આપના માટે મકાન-મિલકત ખરીદવાના યોગ બને અને કોર્ટ-કેસમાં વિજય પ્રાપ્ત થાય.

કર્ક: આવકના માર્ગો ખુલતા દેખાય, નોકરીની ચિંતા હળવી બને અને કૌટુંબિક જીવનમાં સંબંધો સુધરે.

સિંહ: સફળતાના શિખરો પાર કરી શકશો અને ધંધામાં વિકાસ થાય.

કન્યા: સંવાદોથી દૂર રહેશો અને સગા-સંબંધી સાથે સુમેળ રહે.

તુલા: આપને સફળતાનો સ્વાદ ચાખવા મળે અને સગા-સંબંધીઓનો પ્રશ્નોનો હલ આવે.

વૃશ્વિક: વાહન-સંપત્તિની બાબતમાં સાનુકુળ રહે અને મતભેદો નિવારી શકાય, બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખવો.

ધન: ધંધા-વેપારમાં પ્રગતિકારક રહે, નવો ઉત્સાહ પ્રાપ્ત કરી શકશો અને વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

મકર: કોર્ટ-કચેરીના કામમાં વિલંબ આવતો જણાય અને ધાર્યા લાભ ન મળે, સગા-વ્હાલાની મદદ મળે.

કુંભ: ધારેલા કામોને મંદગતિએ સફળતા અપાવે અને તણાવ તંગદિલીના સંજોગોમાં હળવાશ રહે.

મીન: વેપાર-ધંધામાં યોગ્ય તકો ના મળે તો નિરાશ થવું નહીં અને આકસ્મિક મદદ અને રાહતના સમાચાર મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.