ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: આપના મનના મનોરથો અધુરા ન રહી જાય તે જોવું અને નાણાભીડ વધે.

વૃષભ: આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય, શાંતિનો અનુભવ કરી શકશો અને લાભની તક મળે.

મિથુન: આપના પ્રયત્નો સફળ થતા જણાય અને ગૃહજીવનમાં પ્રશ્નો હલ થતા લાગે.

કર્ક: આત્મવિશ્વાસ અને હિંમતથી નવી રાહો બનશે અને ધીરજ વધારવી.

સિંહ: લોભ-લાલચના સંકજામાં ફસાવું નહીં અને કૌટુંબિક પ્રશ્નો હલ થતા લાગે.

કન્યા: માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળે અને પ્રયત્નોમાં ઉત્સાહ વધારવાથી સારું પરિણામ મળે.

તુલા: મહત્ત્વની કામગીરીને આગળ વધારી શકશો અને આરોગ્યની સંભાળ જરૂરી સમજવી.

વૃશ્વિક: ધીરજ અને શાંતિ ચિત્તથી આગળ વધશો તો તણાવ દૂર થશે અને ખર્ચનો વધારો ન થાય તેનું ધ્યાન રાખવું.

ધન: મંદ મંદ ગતિએ તમારા સંજોગો બદલાતા જણાય અને તમારું ટેન્શન હળવું બનતું જણાય, કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય.

મકર: ધન લાભ માટે ટૂંકા રસ્તા લેવા નહીં અને લાગણીઓનો ઠેસ પહોંચતી જણાય.

કુંભ: આવક કરતા જાવક વધતી જણાય અને ઉતાવળીયા નિર્ણયો લેવા નહીં.

મીન: કૌટુંબિક સમસ્યા સુધરતી જણાય અને ચિંતાના વાદળો દૂર થતા જણાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.