મેષ: નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરિવર્તનશીલ રહે અને નવી તકો ઉભી થાય, સ્વજનથી ગેરસમજ ન થાય તે જોવું.
વૃષભ: સંજોગો સાથે સૂમેળ સાધીને ચાલવાથી લાભ થાય અને તેમાં સફળતા મળે.
મિથુન: પ્રવાસ કરવાથી મિલન-મુલાકાતના સંજોગો બને અને યોગ્ય તકોનો ઉપયોગ કરવો.
કર્ક: સામાજિક અને આર્થિકક્ષેત્રમાં પ્રગતિકારક વાતાવરણ બને અને શત્રુઓ પાછા પડતા જણાય.
સિંહ: મનના મનોરથો પૂર્ણ થતા જણાય અને કાર્યક્ષેત્રમાં અડીખમ ઉભા રહેવા સંઘર્ષ કરવો પડે.
કન્યા: કાર્યક્ષેત્રમાં આપો આપ જ પ્રગતિકારક સંજોગો જણાય અને મિત્ર-સંબંધથી મદદ મળતી જણાય.
તુલા: ધીરજની કસોટી થતી લાગે તેમજ આવક કરતા જાવક વધે નહીં તેની કાળજી રાખવી.
વૃશ્વિક: કામકાજનો બોજો હળવો થતો જણાય અને સામાજિક કાર્યોમાં લાભના સંજોગો બને.
ધન: અણધારી તકો આવી જતા તમારા ધાર્યા પરિણામો મળતા જણાય અને મિત્ર-સ્નેહીથી મુલાકાત બને.
મકર: મનની મૂંઝવણો દૂર થતી જણાય અને સ્વજને મળવાની તકો મળે, તબિયત સાચવવી.
કુંભ: અગત્યના પ્રશ્નોનો હલ થતા જણાય અને કાર્ય સફળતામાં પરિણમે.
મીન: આપની નોકરી વ્યવસાય કે સંપત્તિના કામકાજોને ઉકેલી શકશો અને સ્નેહી-સ્વજનથી મુલાકાતના યોગ બને.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.