ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થશે, અને સ્નેહીથી મુલાકાત થાય, પ્રવાસ ફળે.

વૃષભ: કાર્યની સફળતા મળશે પણ વિલંબ આવતો જણાય અને કાર્યની પૂર્તિ માટે ખૂબ પ્રયત્ન કરવો પડે.

મિથુન: ધારેલી સફળતા પ્રાપ્ત થાય અને સંતાન દ્વારા સારા સમાચાર મળે, તણાવ દૂર થાય.

કર્ક: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતું લાગે, કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે અને સ્વજનથી મુલાકાતના યોગ બને.

સિંહ: કાર્યની સફળતા પ્રાપ્ત થાય, પ્રતિષ્ઠામાં વધારો થાય અને સંતાનની ચિંતા દૂર થાય.

કન્યા: કાર્યભાર વધે, સંતાનની ચિંતા હળવી થતી જણાય અને જવાબદારીમાં વધારો થાય.

તુલા: નિરાશાઓને ખંખેરી કાર્ય શરૂ કરશો તો નવી રાહો મળશે અને લાગણી પર કાબુ રાખવો.

વૃશ્વિક: મનોદશામાં સુધારો થતો જણાય અને આરોગ્ય સારું થતું જણાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય.

ધન: વધુ પડતા સાહસિક ન બનવું, સ્નેહી સાથે સુમેળ સાધવાનો પ્રયત્ન કરવો અને સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું.

મકર: નવીન તકો ઉભી થાય, મકાન-મિલકતના યોગો બને અને ખર્ચ પર કાબુ રાખવો, સ્વાસ્થ્ય સારું રહે.

કુંભ: પ્રયત્નોનું અને આયોજનોનું ફળ ચાખવા મળે અને કૌટુંબિક મૂંઝવણો દૂર થાય, નાણાભીડ દૂર થાય.

મીન: પરિસ્થિતિની પ્રતિકુળતા જણાય, આવેલી તકને યોગ્ય રીતે ઉપયોગ કરવો અને સ્વજનથી મનમેળ રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.