મેષ: વડીલ કે મિત્રની મદદથી સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકાય, નાણાભીડ વધે અને તબિયત સાચવવી.
વૃષભ: અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે અને લાભની તકો સાંપડે, મિલન-મુલાકાતનું આયોજન થાય.
મિથુન: પ્રયત્નોનું મીઠું ફળ મળે, કૌટુંબિક સહયોગ મળે અને તબિયતમાં સુધારો આવે.
કર્ક: આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય અને સ્નેહી-સ્વજનથી વાદ-વિવાદ ટાળવો, ખર્ચની ચિંતા વધે.
સિંહ: કૌટુંબિક પ્રશ્નો હલ થાય અને વડીલોની મદદ યોગ્ય સમયે મળી રહે.
કન્યા: આપના કાર્યોમાં આવતા અંતરાયો દૂર થાય અને સફળતાના દરવાજા ખૂલી જાય.
તુલા: ગૂંચવાયેલા પ્રશ્રનોનો હલ આવે તેમજ ઘરમાં કંકાસ કે વિવાદથી સાચવવું, પ્રવાસના યોગ બને.
વૃશ્વિક: ખર્ચ ખરીદી પર કાબુ રાખવો, સ્નેહીથી સંવાદ સર્જાય અને ખર્ચ અંગે વિચાર કરવો.
ધન: નસીબના ભરોસા પર ન રહેવું અને પુરુષાર્થ દ્વારા આગળ આવી શકાય, નવી તકો સાંપડે.
મકર: કોઇપણ કાર્યક્ષેત્રમાં આશાવાદી વલણ રાખવું અને સંજોગો સાથ આપતા જણાય, સ્નેહીથી મુલાકાત રહે.
કુંભ: ધીરજની કસોટી થતી જણાય, ગૃહજીવનમાં મીઠાશ વધે અને લાલચમાં પડવું નહીં, ખર્ચ વધે.
મીન: વેપાર ધંધામાં અપેક્ષા કરતા ઓછી આવક દેખાય અને સાવધાન રહેવું, કૌટુંબિક પ્રશ્નો વધે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.