મેષ: નવું વર્ષ જીવનમાં ખુશહાલી લાવે, ધંધાર્થીને લાભના યોગ, ગૃહવિવાદ ટાળવો અને ખર્ચના ખાડા પૂરવા અઘરા જણાય.
વૃષભ: નવા વર્ષમાં આપની મૂંઝવણો દૂર થાય, ધંધામાં પ્રગતિકારક તકો મળે,તેમજ આર્થિક સધ્ધરતા મળતી જણાય.
મિથુન: નવું વર્ષ આપના માટે મકાન અને મિલકત ખરીદવાના યોગ બને.
કર્ક: નવા વર્ષમાં આવકના માર્ગો ખુલતા દેખાય,અને નોકરીની ચિંતા હળવી બને, કૌટુંબિક જીવનમાં સંબંધો સુધરે.
સિંહ: નવા વર્ષમાં સફળતાના શિખરો પાર કરી શકશો અને ધંધામાં વિકાસ થાય.
કન્યા: નવા વર્ષમાં સંવાદોથી દૂર રહેશો, સગા-સંબંધી સાથે સુમેળ રહે, અનેબઆરોગ્યની ચિંતા દૂર થાય.
તુલા: નવા વર્ષમાં સંઘર્ષ કર્યા બાદ આપને સફળતાનો સ્વાદ ચાખવા મળે,અને સગા-સંબંધી પ્રશ્નોનો હલ લાવે.
વૃશ્વિક: આવેલું વર્ષ વાહન સંપત્તિની બાબતમાં સાનૂકુળ રહે, મતભેદો નિવારી શકાય.
ધન: નવા વર્ષમાં ધંધા-વેપારમાં પ્રગતિકારક, અને નવો ઉત્સાહ પ્રાપ્ત કરી શકશો.
મકર: કોર્ટ-કચેરીના કામમાં વિલંબ આવતો જણાય, ધાર્યો લાભ ન મળે, સગા-વ્હાલાની મદદ મળે.
કુંભ: નવું વર્ષ ધારેલા કામોને મંદ ગતિએ સફળતા અપાવે, તણાવ તંગદિલીના સંજોગોમાં હળવાશ આવે.
મીન: વેપાર-ધંધામાં યોગ્ય તકો ના મળે તો નિરાશ થવું નહીં,અને આકસ્મિક મદદ અને રાહતના સમાચાર મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.