ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારી આજનો રવિવાર??

મેષ: વડીલ કે મિત્રની મદદથી સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકાય, નાણાભીડ વધે અને તબિયત સાચવવી.

વૃષભ: અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે તેમજ લાભની તકો સાંપડે, મિલન-મુલાકાત આયોજન બને.

મિથુન: પ્રયત્નોનું મીઠુ ફળ ચાખવા મળે અને કૌટુંબિક સહયોગ મળે.

કર્ક: આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય અને સ્નેહી-સ્વજનથી વાદ-વિવાદ ટાળવો.

સિંહ: કાર્યલક્ષી આશાવાદી વલણ બને, કૌટુંબિક પ્રશ્નો હલ થાય તેમજ વડિલોની મદદ યોગ્ય સમયે મળી રહે.

કન્યા: આપના કાર્યોમાં આવતા અંતરાયો દૂર થાય અને સફળતાના દરવાજા ખૂલી જાય.

તુલા: ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ આવે અને ઘરમાં કંકાસ કે વાદ-વિવાદથી સાચવવું.

વૃશ્વિક: ખર્ચ ખરીદી પર કાબુ રાખવો અને સ્નેહીથી સંવાદ સર્જાય.

ધન: નસીબના ભરોસા પર ન રહેવું તેમજ પુરુષાર્થ દ્વારા આગળ આવી શકાય.

મકર: કોઇપણ કાર્યક્ષેત્રમાં આશાવાદી વલણ રાખવું અને સંજોગો સાથ આપતા જણાય.

કુંભ: ધીરજની કસોટી થતી જણાય અને ગૃહજીવનમાં મીઠાશ વધે.

મીન: વેપાર-ધંધામાં અપેક્ષા કરતા ઓછું દેખાય અને પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, કૌટુંબિક પ્રશ્નો વધે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.