યુવતીને ઘરમાં એકલી જોઈને છેડતી કરવાના કેસમાં કોર્ટે આરોપી યુવકને દોષિત ઠેરવી એક વર્ષની સજા અને ૪૫૦૦ રૂપિયાનો દંડનો હુકમ કર્યો હતો.
બનાવની મળતી માહિતી મુજબ હાલ સુરતમા વરાછામાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં ખાતે રહેતા આરોપી ધવલ ઘનશ્યામ ડોબરીયા (મૂળ. ખીજડિયા(પાણાખાણ) તા.ઉમરાળા જી.ભાવનગર) વિરુદ્ધ યુવતીની છેડતી કરવાનો આરોપ હતો ગત 10 એપ્રિલ 2018 ની સાંજે પાડોશી યુવતી ઘરમા એકલી હતી તે દરમિયાન આરોપી ધવલે એકલતાનો લાભ લઈ ઘરમાં ઘુસી અને યુવતીનો હાથ પકડી છેડતી કરી હતી.
ઘટના દરમિયાન યુવતીનો ભાઈ આવી જતા આરોપી ભાગી છૂટ્યો હતો. અને આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ એ.કે.પટેલ આરોપ પુરવાર કરવામાં સફળ રહ્યા હતા શુકવારે અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી ધવલ ડોબરીયાને દોષિત ઠેરવી એક વર્ષની કેદ અને 4500 રૂપિયા દંડનો હુકમ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.