ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્નારા કંસારા વિસ્તારમાં ડિમોલેશન મુદ્દે ધેરાવ સમયે કોંગ્રેસની બે મહિલા આગેવાનો બાખડી પડી હતી.કોંગ્રેંસનાં પૂવઁ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જો કે કોંગ્રેસનાં નેતા બંને મહિલા આગેવાનો એ શાંત કરી મામલો થાળે પડ્યો હતો.
https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1064122000998760/
કોંગ્રેસનાં પૂર્વ મેયર પારુલ ત્રિવેદી અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ બંને મહિલા આગેવાનોએ એકબીજાનાં કાઠલા પકડી લીધાં હતાં. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આગેવાનો વચ્ચે લાંબા સમયથી વચઁસ્વને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
https://www.youtube.com/watch?v=j2k_NuS5OIc
ત્યારે ઝપાઝપી દરમિયાન પૂર્વ મેયર પારુલ ત્રિવેદીને આંખમાં ઈજા થઈ હતી. ઈજા થવાને કારણે પૂર્વ મેયરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પારૂલબેન ત્રિવેદી દ્વારા પોલીસ ફરિયાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.