ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના કાકરોલા ગામ ખાતેથી એક વ્યક્તિની હનુમાનજીની મૂર્તિઓને ખંડિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. 50 વર્ષીય મહેશ મોચી કામ કરે છે. મહેશ ભરત વિહાર જે જે કોલોની ખાતે રહે છે.
પૂજારીએ કાકરોલા અને ખાતે આસપાસ આવેલા ત્રણ મંદિરમાં હનુમાનની મૂર્તિને ખંડિત થયેલી જોઈ હતી. જે બાદમાં તેમણે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ બાદ મહેશની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી ભગવાનથી ખૂબ નારાજ હતો. તેના મતે દિવસેને દિવસે ગરમી વધી રહી છે. સાથે જ તેણે એવું પણ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ પણ નથી પડી રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.