દિલ્હીમાં રવિવારે 13, 336 નવા લોકોના કોવિડ મહામારીથી પીડિત હોવાનું બહાર આવ્ચુ. ત્યારે 100 સેમ્પલમાંથી 21.67 કોરોના પોઝિટિવ આવ્યા. એટલે કે સંક્રમણનો દર ઘટીને 21. 67 ટકા પર પહોંચી ગયો જે 16 એપ્રિલથી સૌથી નીચલા સ્તરે છે. જ્યાં સુધી મોતના આંકડાની વાત છે તો રવિવારે દિલ્હીમાં 273 ના મોત થયા છે. ત્યારે દિલ્હીમાં 21 એપ્રિલ બાદ આટલા ઓછા મોત નોંધાયા છે.
દેશમાં કોરોનાની બીજી લહેર અને દિલ્હીની ચૌથી લહેરમાં રવિવારે નવા કોવિડ કેસની સંખ્યા ઓછી થઈ તેમ છતાં આ વધારે છે. તેને સારા સમાચાર એટલે મનાઈ રહ્યા છે કેમ કે બીજી લહેરમાં પહેલી લહેર કરતા આંકડા ઓછા થયા છે.
દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 28.33 ટકા હતો. તેના વીતેલા 2 અઠવાડિયાથી વધારે સમય આ દર 30 ટકાથી ઉપર જ રહ્યો હતો. ગત એક અઠવાડિયામાં પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો નોંધાયી રહ્યો છે અને રવિવારે સતત ચૌથા દિવસે 25 ટકાથી ઓછા આંકડા આવ્યા.
દિલ્હીમાં રવિવારે 13, 336 નવા કેસ નોંધાયા 61552 સેમ્પલ લેવમાં આવ્યા હતા. જેમાં 49, 787 આરટીપીસીઆર જ્યારે 11, 765 રેપિડ એન્ટિજન ટેસ્ટ કર્યા હતા. રવિવારે 14738 સાજા થયા. ત્યારે એક્ટિવ કેસની કુલ સંખ્યા 86, 232 દર્દી સારવાર લઈ રહ્યા હતા. દિલ્હીમાં આઈસીયુ બેડની ઉપલબ્ધતા સંકટ યથાવત છે. જો કે ગત અઠવાડિયે દિલ્હીમાં ઓક્સિજનની સુવિધા વાળા બેડની સંખ્યા વધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.