વડોદરાનાં નવલખી મેદાન પર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કુલ 4 ડીસીપી. 8 એસીપી, 17 પીઆઇ, 33 પીએસઆઇ, 300 પોલીસ કર્મચારીઓ આ દરબાર સમયે હાજર રહેશે. દરબારના આયોજનને કારણે બપોર બાદ અકોટા દાંડિયા બજાર રોડે વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવશે.
વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે એવી શક્યતા છે. 1 વાગ્યા સુધી બાબાએ આરામ કર્યો હતો. ત્યારે પૂજા બાદ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ સાથે શુભ મુલાકાત કરી સાંજના 5 વાગ્યે મેદાનમાં દરબારમાં જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.