ધનતેરસે આ વસ્તુઓનુ દાન કરશો તો ઘરમા સુખ સંપતિ આવશે

ધનતેરસે વાસણ, સોનુ કે ચાંદી ખરીદવાનુ પ્રચલન છે. આ દિવસે ખરીદીની સાથે દાનનું પણ મહત્ત્વ છે. કેટલીક વસ્તુઓનુ દાન કરવાથી ઘરમાં આખુ વર્ષ સુખસંપતિ જળવાઇ રહેશે અને લક્ષ્મીજીની કૃપા વરસશે.

ઝાડુ- સાવરણી

ધનતેરસે નવી સાવરણી ખરીદીને તેની પુજા કરવામાં આવે છે. ઘરમાં નવુ ઝાડુ લાવવા ઉપરાંત તમે કોઇ મંદિરમાં કે કોઇ સફાઇકર્મીને સારુ ઝાડુ ખરીદીને દાન કરી શકો છો. આમ કરવાથી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન રહેશે.

અન્નદાનનો મહિમા હિંદુ ધર્મમાં સૌથી મોટો છે. તમે ધનતેરસ પર કોઇ ગરીબને ભોજન કરાવી શકો છો. ભોજનમાં કેસર ભાત,નારિયેળ અને પીળા રંગની મીઠાઇ હોય તો ખુબ જ સારું રહે છે. ભોજન કરાવ્યા બાદ દક્ષિણા અવશ્ય આપો. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન રહેશે અને વર્ષભર અનાજના ભંડાર ભરાયેલા રહેશે.

એવી માન્યતા છે કે ધન તેરસના દિવસે લોખંડની વસ્તુનુ દાન કરવાથી દુર્ભાગ્ય ચાલ્યુ જાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તમે કોઇ ગરીબ કે કોઇ જરુરિયાતમંદ વ્યક્તિને લોખંડની વસ્તુનુ દાન કરી શકો છો.

ધન તેરસના દિવસે કોઇ જરુરિયાતમંદને પીળા વસ્ત્રોનુ દાન કરવુ જોઇએ. આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને કુબેરદેવની કૃપા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.