ધોળકાના ત્રાસદની કેડિલા કંપનીના 21 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતાં પ્લાન્ટ સીલ કરી દેવાયો, સરકારે ગંભીર નોંધ લીધી

કોરોના વાઇરસનો કહેર અમદાવાદ શહેર બાદ જિલ્લામાં પણ વધી રહ્યો છે. ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડિલા કંપનીના 21 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે ત્રણ કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમના સંપર્કથી આ તમામ કર્મચારીઓને કોરોના થયો હોવાની શક્યતા છે. સરકારે ગંભીર નોંધ લઈને પ્લાન્ટને સીલ કરી દેવામાં આવ્યો છે. 3 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા 30ના ટેસ્ટ કરાયા બે દિવસ પહેલા કેડિલા કંપનીમાં ફરજ બજાવતાં 3 કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા 30 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 21 લોકો પોઝિટિવ આવ્યા છે. ધોળકા તાલુકામાં પોઝિટિવ કેસની સંખ્યા 40 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી દસક્રોઈ તાલુકામાં સૌથી વધુ 40 કેસ હતા અને હવે ધોળકામાં પણ 40 કેસ નોંધાઈ ગયા છે. ત્રાસદને કન્ટેન્ટમેન્ટ ઝોન કરાશે ધોળકાના ત્રાસદ ગામમાં કેસો આવતા તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અને બંધ કરવામાં આવશે. કર્મચારીઓમાં કોરોના પોઝિટિવના કેસ આવવા છતાં કેડિલા કંપની ચાલુ રાખવામાં આવી છે. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા હવે 91 થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.