IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ ને પહેલી જીત મળી છે. 12 એપ્રિલના રોજ રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23 રને હરાવી દીધી હતી. શિવમ દુબેએ વિસ્ફોટક ઇનિંગ રમી અને 95 રન બનાવીને નોટઆઉટ રહ્યો. શિવમ દુબેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર આપવામાં આવ્યો. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ વિરાટ કોહલીની બેટ પણ શાંત રહી અને માત્ર 1 રન બનાવીને નવા બોલર મુકેશ ચૌધરીનો શિકાર બન્યો.
વિરાટ કોહલીએ ડીપ સ્ક્વેર લેગ પર શિવમ દુબેને સરળ કેચ આપી દીધો. વિરાટ કોહલી માત્ર એક જ રન બનાવી શક્યો અને પોવેલિયન ફરતી વખત તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. અને જ્યારે વિરાટ કોહલી પીચ પર બેટિંગ કરવા આવ્યો તો મહેન્દ્ર સિંહ ધોનીની ફિલ્ડ સજાવટ કિંગ કોહલીને ફસાવવા માટે કરી હતી. આખરે વિરાટ કોહલીને મહેન્દ્ર સિંહ ધોનીની રણનીતિનો શિકાર થવું જ પડ્યું.અને હકીકતમાં થયું જાણે એમ કે વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો તો ફિલ્ડ સેટ કરવાની જવાબદારી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે જ લીધી.
અહીં વિરાટ કોહલી મહેન્દ્ર સિંહ ધોનીની ચાલમાં ફસાઈને પોતાની વિકેટ ગુમાવી બેઠો અને સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની આ રણનીતિનો વીડિયો સામે આવ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રોબિન ઉથપ્પાએ પણ 88 રનની ઇનિંગ રમી હતી. બોલિંગની વાત કરીએ તો મહીશ તીક્ષ્ણાએ 4 વિકેટ લઈને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જીત સરળ કરી દીધી. જીત સાથે જ હવે પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ નવમા નંબરે આવી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.