ઇન્ડિયન પ્રીમિયર લીગથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આગામી સીઝનમાં પણ ટીમની કેપ્ટન્સી કરશે. મહેન્દ્ર સિંહ ધોનીએ રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધની મેચ દરમિયાન ટોસ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી. મહેન્દ્ર સિંહ ધોનીને ઇયાન બિશપે સવાલ કર્યો કે, શું તે આગામી વર્ષે પણ રમશે? આ સવાલના જવાબમાં મહેન્દ્ર સિંહ ધોનીએ જવાબ આપતા કહ્યું કે, નિશ્ચિત રૂપે આગામી સીઝન રમીશ..
ચેન્નાઇ સુપર કિંગ્સના ફેન્સ માટે એમ કરવું સારું નહીં હોય અને ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે એ સારું નહીં હોય કે હું ચેન્નાઈમાં ન રમું. આશા છે કે આગામી વર્ષે ટીમોને અલગ અલગ શહેરોમાં મુસાફરી કરવાનો ચાન્સ મળશે, એટલે આ અલગ અલગ જગ્યાઓ પર ફેન્સને થેંક્યું કરવાનો પણ અવસર મળશે, જ્યાં અમે મેચ રમીશું. મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, ‘મને ખૂબ પ્રેમ મળ્યો છે. એ બધા માટે ધન્યાવાદ કહેવા જેવું હશે. તે મારું છેલ્લું વર્ષ હશે કે નહીં, એ કહેવું જલદી ગણાશે.
મહેન્દ્ર સિંહ ધોની સફળ કેપ્ટનોમાંથી એક છે. ધોની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત IPL ટ્રોફી પર કબજો કર્યો છે. એ સિવાય તેની કેપ્ટન્સીમાં ચેન્નાઈ 5 વખત ઉપવિજેતા પણ રહી છે અને એટલું નહીં ધોની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વર્ષ 2010 અને વર્ષ 2014મા ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ જીત્યું. IPL 2022ની રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચેની મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા હતા જ્યારે રાજસ્થાન રોયલ્સે 19.4 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.