બે-બે વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટને વિદાય આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોનીને પત્ર લખીને તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી. એ માટે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ટ્વીટર પર આભાર વ્યક્ત કર્યો છે.
ધોનીએ ટ્વીટમા લખ્યુ હતુ કે, એક કલાકાર સૈનિક અને ખેલાડીઓને પ્રશંસાની ઇચ્છા હોય છે. તેઓ ઇચ્છે છે કે તેમની મહેનત અને બલિદાનને બધા જાણે. આભાર પીએમ નરેન્દ્ર મોદી, તમારા તરફથી મળેલી શુભકામના માટે.
પીએમ મોદીએ અગાઉ લખ્યુ હતુ કે, તમારામા નવા ભારતની આત્મા ઝળકે છે, જ્યારે યુવાનોનુ ભાગ્ય તેમનો પરિવાર નક્કી નથી કરતો પરંતુ તેઓ પોતે પોતાનુ લક્ષ્ય અને નામ કમાય છે.
ઉલ્લેખનીય છે કે, 39 વર્ષીય ધોનીએ વર્ષ 2004મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા આવ્યા બાદ 350 વન ડે, 90 ટેસ્ટ અને 98 ટી-20 અંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ધોનીની કેપ્ટન્સીમા ભારતએ વર્ષ 2007મા પહેલો ટી-20 વિશ્વ કપ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2011મા 50 ઓવર વિશ્વ કપ અને વર્ષ 2013મા ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ભારતે સાથે જ વર્ષ 2010 અને 2016નો એશિયા કપ પણ ધોનીની કેપ્ટન્સી હેઠળ જીત્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.