ધોનીએ પોતાનું સ્વરુપ દેખાડયું. બ્રાવોની આ હરકત પર ફૂટયો હતો ધોનીનો ગુસ્સો..

ચેન્નઈ સુપર કિંગના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર ખૂબ શાંત હોય છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સીનાં દિવસોમાં ધોની ખૂબ કૂલ રહે છે.રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ IPL મેચમાં એક સમય એવો પણ આવ્યો કે જયારે બરફની જેમ કૂલ માહીને ગુસ્સો આવી ગયો. ક્રિકેટ કરિયરમાં એવું ઓછું થયું હશે જયારે મહેન્દ્ર સિંહ ધોનીને ગુસ્સો આવ્યો હોય.

દિપક ચાહરની બોલ પર સૌરવ તિવારીને કેચ માટે ધોનીએ કોલ કર્યો, પરંતુ ડ્વેન બ્રાવો વચ્ચે આવી ગયા અને કેચ છૂટી ગઈ. કેચ છૂટ્યા પછી ધોની બ્રાવોથી ખુબ જ નારાજ થઇ ગયા. આ બોલ ધોનીની નજીક હતી, પરંતુ બ્રાવોએ કોલ સંભાળી ન હતી. ધોનીના બ્રાવો પર ભડકવા વાળો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.

મુંબઈના બેટ્સમેન સૌરભ તિવારીના કેચ જયારે છૂટ્યો ત્યારે ધોનીએ ડ્વેન બ્રાવોને ઇસારામાં પૂછ્યું આ શું કરી દીધું. આ દરમિયાન માહી ગુસ્સામાં પણ હતા. પોતાના કેપ્ટનને નારાજ જોઈ ડ્વેન બ્રાવો એમની સાથે નજર નહિ મિલાવી શક્યા અને તેઓ આજુ-બાજુ જોતા રહ્યા. પરંતુ આ કેચ છૂટવાનું ચેન્નાઇને વધુ નુકશાન થયું નહિ અને CSKઇએ મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ 20 રનથી જીત નોંધાવી.

ઋતુરાજ ગાયકવાડની શાનદાર ઇનિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું. એક સમયે CSKની 4 વિકેટ 24 રનમાં પડી ગઈ હતી, પરંતુ તે પછી રવિન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડે ઇનિંગ્સ સંભાળી હતી. જાડેજાએ 33 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી અને બાદમાં ડ્વેન બ્રાવોએ ફરીથી ધમાકો કર્યો હતો.

બ્રાવોએ માત્ર 8 બોલમાં 23 રન બનાવીને ટીમનો સ્કોર 150 રનથી આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાયકવાડ અને બ્રાવોએ છેલ્લી ઘડીએ તોફાની બેટિંગ કરી હતી, જેનાથી મુંબઈના બોલરો સ્તબ્ધ થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.