કેપ્ટન્સી મામલે ધોનીએ કર્યો ધડાકો,જાણો શુ કહ્યું??

ચેન્નાઈ સુપર કિંગ્સનાં ફેન્સ માટે રવિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો, ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી અને મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે ફરી એકવાર પરત ફર્યા.અને મેચ પૂરી થયા બાદ એમએસ ધોનીએ કપ્તાની પાછી મેળવ્યા બાદ રવીન્દ્ર જાડેજાનને લઈને વાત કરી. એમએસ ધોનીએ કહ્યું કે રવીન્દ્ર જાડેજાને ગયા વર્ષે જણાવવામાં આવ્યું હતું અને તેમની પાસે કપ્તાની માટે તૈયાર રહેવા માટે ઘણો સમય હતો.

મેચ બાદ એમએસ ધોનીને જ્યારે કેપ્ટન તરીકે પરત ફરવા પર સવાલ કરવામાં આવ્યા અને ત્યારે તેમણે જવાબ આપ્ય્યો કે કેપ્ટન બદલવાથી ઘણી વસ્તુઓ સરળતાથી નથી બદલતી, કેમકે જો તમે એક જ ડ્રેસિંગ રૂમમાં હોવ છો, તો એ જ વાતો ફરી કરવા લાગો છો.

માહીનું કહેવું છે કે તેઓ જાડેજાની મદદ કરી શકે છે પણ ચમચી પકડીને ખવડાવી તો ન શકે. તેમણે સ્વયં જ પોતાના નિર્ણયોની જવાબદારી લેવાની હતી. કેપ્ટન્સીને કારણે તેમનું પોતાનું પ્રદર્શન પ્રભાવિત થવા લાગ્યું, જે કોઈપણ ફેન જોવા માંગતું ન હતું.

રવીન્દ્ર જાડેજાનાં કપ્તાની છોડવા અને ટીમનાં પ્રદર્શન પર એમએસ ધોનીએ કહ્યું કે ગત સિઝનમાં જ જાણ થઇ ગઈ હતી કે તેમને આ સિઝનમાં કપ્તાની કરવાનો મોકો મળી શકે હકી.અને આ મારા અને જાડેજાની વાત હતી, આવામાં તેમની પાસે તૈયારી કરવાનો પૂરતો સમય હતો.

એમએસ ધોનીએ કહ્યું કે મેં પ્રથમ બે મેચમાં વસ્તુઓમાં દખલગીરી કરી અને પછી રવીન્દ્ર જાડેજા પર નિર્ણયો છોડી દીધા કેમકે સિઝનના અંતમાં તમે એ નથી ઈચ્છતા કે કોઈ વિચારે કે હું માત્ર ટોસ માટે હતો અને કપ્તાની તો કોઈ બીજું જ કરી રહ્યું હતું.અને આવામાં આ ટ્રાન્ઝીશનનો હિસ્સો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.