રાજકોટના ધોરાજીના ભોળા ગામે કેમિકલયુક્ત પાણી છોડાયું હોવાની ઘટના સામે આવી છે. ગટરની પાઇપલાઈન દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાયું છે. ગામના પાદર નજીક અજાણ્યા ઇસમોએ પાણી છોડ્યું હતુ. કેમિકલયુક્ત પાણીને કારણે ગામમાં દુર્ગંધ ફેલાઇ છે.રાજ્યમાં અવારનવાર કેમિકલયુક્ત પાણી છોડવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના રાજકોટના ધોરાજી પંથકમાં બની છે. ધોરાજીના ભોળા ગામે કેમિકલયુક્ત પાણી છોડાયું હોવાનું સામે આવ્યુ છે. ગટરની પાઇપલાઈન દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાયું હોવાનું સામે આવ્યુ છે. તેમજ ગામના પાદર નજીક અજાણ્યા ઇસમોએ પાણી છોડ્યું હતુ. કેમિકલયુક્ત પાણીને કારણે ગામમાં દુર્ગંધ ફેલાઇ છે. જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.બીજી તરફ આ અગાઉ રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હતી. પાલિકાએ દૂષિત પાણી વિતરણ કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો. રાજકોટના ધોરાજીમાં અત્યંત દુર્ગંધ મારતું પાણી નળમાં આવતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.