ધોરાજી નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં પ્રજાને સુવિધા મળવાની બદલે લાસ્ટ સમયે પણ મૃતક ના સ્વજનો પણ પરેશાન થઈ રહ્યા છે….
ધોરાજી ખાતે આવેલ ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહ છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં પડ્યું છે ત્યારે નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહ મરામત માગી રહ્યું છે
ધોરાજી નગર પાલિકા તંત્રની બેદરકારી સીધી નજરે દેખાઈ આવે છે.
છેલ્લા એક મહિનાથી ધોરાજી નગરપાલિકાનું શાસન વહીવટદારના શાસનમાં ચાલી રહ્યું છે આવા સમયે લોકોને અપેક્ષા હોય છે કે વહીવટદારના શાસનમાં લોકો ને તાત્કાલિક સુવિધા ના કામો થતા હોય છે
પરંતુ છેલ્લા એક મહિનાથી પાણી સફાઈ ગંદકી અને છેલ્લે અંતિમ યાત્રાનો છેલ્લો વિસામો સ્મશાન ગૃહ પણ એક મહિનાથી બંધ હાલતમાં છે…..?
ધોરાજીમાં અંતિમ વિસામા સમાન સ્મશાન ગૃહમાં પહેલા લાકડા દ્વારા મૃતકની અંતેષ્ઠી કરવામાં આવતી હતી ત્યારબાદ ધોરાજીમાં એ જ સ્મશાન ગૃહના પરિસરમાં નવું ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહ શરૂ કરવામાં આવ્યું હતું.
પરંતુ તેની યોગ્ય જાળવણી રહેતી ન હોવાને કારણે ઇલેક્ટ્રીક સ્મશાન છાશવારે બંધ રહેતું હતું. ધોરાજીના સ્મશાન પરિસરમાં સફાઈની અત્યંત આવશ્યકતા હોવાથી ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા દિવસ રાત મહેનત કરી સમગ્ર પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવામાં આવ્યું હતું.
પહેલા ડાઘુઓ બેસી પણ ન શકે તેવી સ્થિતિ હતી પરંતુ ખોડલધામ યુવા સમિતિ દ્વારા સ્મશાન ગૃહના પરિસરને બગીચા સમાન બનાવી દેવામાં આવ્યું હતું.
ત્યારે બીજી તરફ ઈલેક્ટ્રીક સ્મશાનમાં વારંવાર ક્ષતિઓ થવાને કારણે અંતેષ્ઠી માટે આવતા લોકોએ ખૂબ જ મુશ્કેલી વેચવી પડતી સરકાર દ્વારા ઉપયોગી નીવડે તેવા હેતુસર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ યોગ્ય દેખરેખ અને સાર સંભાળ ન રાખવાને કારણે આજે છેલ્લા એક માસથી ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહ બંધ હાલતમાં છે
ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં મશીનરીમાં તેમજ હાઇડ્રોલિક સહિતના ઘણા કામો મરામત માગતા હોવાથી છેલ્લા એક માસથી આ સ્મશાન ગૃહ બંધ પડ્યું છે ત્યારે ડાઘુએ ફરજિયાતબંધ પડ્યું છે ત્યારે ડાઘુએ ફરજિયાત પણે લાકડા દ્વારા મૃતક ની અંતેષ્ઠી કરવા ફરજ પડી રહી છે.
ખોડલધામ યુવા સમિતિ નિસ્વાર્થ પણે ખંઢેર જેવા સ્મશાનને બગીચા સમાન બનાવી શકતા હોય તો જે સ્મશાન ગૃહનું સંચાલન યોગ્ય રીતે કરવાની જવાબદારી નગરપાલિકા છે તો પાલીકા તંત્ર ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહની સાર સંભાળ રાખવામાં નિષ્ફળ કેમ રહે છે..?
તેઓ લોકોમાં પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.