સાવલી તાલુકાના વાંકાનેર ગામના ખેડૂત ધર્મેશ પટેલે લગભગ સન 2017 થી સુભાષ પાલેકરની પદ્ધતિ પ્રમાણે ગાય આધારિત ખેતીના માર્ગે વળ્યા છે.તેઓ માને છે કે જમીન નો કસ સાચવવો હોય અને જમીનને સોનાના ટુકડાં જેવી રાખવી હોય તો રાસાયણિક ખાતર અને જંતનાશકો નો ઉપયોગ ક્રમશ: ઘટાડતા જઈ ગાયના ગોબર અને ગૌમુત્ર તેમજ કુદરતી કીટ નાશક જેવી વનસ્પતિઓ નું સંયોજન કરી શક્ય તેટલી સાત્વિક ખેતી કરવી જોઈએ.તેઓ ખૂબ સૂચક રીતે કહે છે કે ગાય અને ખેતી એક સિક્કાની બે બાજુ જેવા છે.
તેમણે જણાવ્યું કે ગાય આધારિત ખેતીના કેળા કુદરતી મીઠાશ ધરાવે છે અને એક થી વધુ વખત કેળ નું ઉત્પાદન મળવાની સાથે ઉતારો અને ગુણવત્તા અકબંધ રહે છે.તેના થી વિપરીત રાસાયણિક ખાતર થી કરેલી કેળમાં જમીન સખત બનતી જવાને લીધે ઉતારો અને ગુણવત્તા ઘટતી જાય છે.તેઓ તો એટલે સુધી દાવો કરે છે કે ગાય આધારિત કેળની ખેતીમાં ખેડૂત ધારે તો એક વખતના વાવેતર થી સો વર્ષ સુધી ઉતારો મેળવી શકે..!!
ગાય આધારિત ખેતીમાં એક નવા પ્રયોગ રૂપે તેમને કેળની હાર વચ્ચે ફાજલ રહેતા જમીનના પટ્ટામાં ચોળા, કોબીજ, ફૂલેવાર, રીંગણ, મરચાં અને દેશી ટામેટી નું વાવેતર કરી, ખેતર એક પાક અનેક જેવો પ્રયોગ કર્યો છે.
માનવ આરોગ્ય માટે અને જમીનની તંદુરસ્તી માટે ગાય આધારિત શુદ્ધ ખેતી ઉત્તમ છે તેવું મંતવ્ય વ્યક્ત કરતાં ધર્મેશ જણાવે છે કે ,આ ખેતી થી જમીન પોચી બને છે,તેમાં અળસિયા જેવા ઉપયોગી જીવોની સંખ્યા વધે છે, ખર્ચ પ્રમાણમાં ઘટે છે.સરવાળે આ ખેતી ખેડૂત માટે,જમીન માટે અને માનવ આરોગ્ય માટે વધુ લાભદાયક છે.તેઓ ગુજરાત સરકારની ગૌ પાલન પ્રોત્સાહિત કરતી યોજનાઓને આવકારે છે.તેમની સાથે વાંકાનેર વિસ્તારના તેમના મિત્રો પણ આ પ્રયોગમાં જોડાયાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.