ધ્રુવ જુરેલ નહીં બની શકશે ટીમનો રેગ્યુલર વિકેટકીપર, આકાશ ચોપરાએ જણાવ્યું કારણ, આ ખેલાડી ઉભી કરશે અડચણ

ભારતે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ આસાનીથી જીતી લીધી હતી. ધ્રુવ જુરેલે આ શ્રેણીમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે ટીમ ઈન્ડિયાના નિયમિત વિકેટકીપર તરીકે રહી શકશે નહીં. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ આ વાત કહી છે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમમાં એક પછી એક નવા ચહેરાને ઉતારવામાં આવ્યા હતા, જેમાં ધ્રુવ જુરેલથી લઈને સરફરાઝ ખાન સુધીના ખેલાડીઓનો સમાવેશ થાય છે, હવે અહીં ધ્રુવના કરિયર અને રેગ્યુલ વિકેટકીપર બનવા બાબતે કોમેન્ટેટર આકાશ ચોપરાએ કેટલીક મહત્વની વાત કરી છે. આ સાથે તેમણે ધ્રુવના ભવિષ્ય અંગે પણ કેટલીક બાબતોને ટાંકી છે.

ભારતે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ આસાનીથી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં માત્ર 195 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ એક ઇનિંગ અને 64 રને જીતી લીધી હતી. ધ્રુવ જુરેલે આ શ્રેણીમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે ટીમ ઈન્ડિયાના નિયમિત વિકેટકીપર તરીકે રહી શકશે નહીં. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ આ વાત કહી છે.

કલર્સ ચેનલ પર વાત કરતી વખતે આકાશે કહ્યું, “ધ્રુવ જુરેલ માટે ટીમ ઈન્ડિયાનો નિયમિત વિકેટકીપર બનવું આસાન નહીં હોય. કારણ કે ઋષભ પંતનું હજુ કમબેક કરવાનું બાકી છે. જે પણ ખેલાડીઓ રમી રહ્યા છે, લગભગ તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેણે (જુરેલ) તેની કારકિર્દીની માત્ર બીજી ટેસ્ટ રમી અને પ્લેયર ઓફ ધ મેચ વિનિંગ પ્રદર્શન આપ્યું. જે રીતે ધ્રુવ જુરેલે ચોથી ટેસ્ટમાં અંતમાં શુભમન ગિલ સાથે બેટિંગ કરી હતી તે યાદગાર રમત હતી. જુરેલે તેની તરફથી ટીમ માટે બધું જ કર્યું.

તમને જણાવી દઈએ કે ધ્રુવ જુરેલે ચોથી ટેસ્ટમાં ઘણો પ્રભાવિત કર્યો હતો. ભારતીય ટીમ જ્યારે પ્રથમ દાવમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી અને ઈંગ્લેન્ડની ટીમ મોટી લીડ લેવા તરફ આગળ વધી રહી હતી ત્યારે ધ્રુવ જુરેલે પોતાની તાકાત બતાવી હતી. કુલદીપ યાદવ સાથે 76 રનની ભાગીદારી કરીને જુરેલે ભારતના સ્કોરને 250ની પાર પહોંચાડ્યો હતો. જુરેલે 90 રનની ઇનિંગ રમી હતી. તેણે બીજી ઇનિંગમાં પણ મહત્વપૂર્ણ 39 રન બનાવ્યા હતા. પાંચમી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 25 બોલમાં 15 રન બનાવ્યા હતા.

ટીમનો સ્ટાર વિકેટકીપર રિષભ પંત હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. વર્ષ 2022માં દિલ્હીથી પોતાના વતન પરત ફરતી વખતે તેમની કારનો ભયાનક અકસ્માત થયો હતો. આ દિવસોમાં તે મેદાનમાં પ્રેક્ટિસ પણ કરતો જોવા મળે છે. એવી શક્યતા છે કે તે ચોક્કસપણે IPLમાં ભાગ લેશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે તેને આઈપીએલ 2024 પછી કોઈપણ ફોર્મેટમાં ભારત માટે રમવાની તક મળશે કે નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.