બોલિવૂડનાં જાણીતા એક્ટર દિલીપ તાહિલ (Dilip Tahil)નાં દીકરા ધ્રુવ તાહિલ (Dhruv Tahil) અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે.
ધ્રુવ પર ડ્રગ્સ ખરીદવાનો અને ડ્રગ્સનાં ખરીદ-વેચાણમાં શામેલ અન્ય આરોપી મુજમ્મિલ અબ્દૂલ રહેમાન શેખને પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે.
આોપી પાસેથી 35 ગ્રામ મેફડ્રોન (M.D) મળ્યું હતું. ધ્રુવની સાથેની તેની વ્હોટ્સઅપ ચેટ સામે આવ્યાં બાદ તે અંગે મુજમ્મિલની પૂછપરછ કરવામાં આવી હતી. જેમ શેખે ધ્રુવને ડ્રગ્સ સપ્લાય કરવાની વાત સ્વીકારી હતી.
ધ્રુવની પાસે યસ બેંક અને બેંક ઓફ ઇન્ડિયાનું ખાતુ છે જેમાંથી છ વખત પૈસા ટ્રાન્સફર થયા છે. વર્ષ 2019થી લઇ માર્ચ 2021 તેઓ સંપર્કમાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.