ધૈર્યરાજ સિંહની મદદ અર્થે એકત્ર થયેલ ભંડોળનો આંક 8 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે કે 50 ટકા સુધીનું ભંડોળ ધૈર્યરાજ સિંહ માટે એકત્ર થઇ ચૂક્યું છે. ત્યારે ધૈર્ય રાજ સિંહ ની મદદ કરવા માટે એક બાદ એક સેલિબ્રિટી મેદાને આવી રહ્યા છે.
સબ ટીવી (Sab TV) પર વર્ષ 2012 થી શરુ થયેલ બાલવીર (Balveer) સિરિયલ ના લીડ એક્ટર દેવ જોશી (Dev Joshi)એ ધૈર્ય રાજ સિંહ ને મદદ કરવા લોકોને અપીલ કરી છે. દેવ જોશી દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.
મોટા પ્રમાણમાં વિડિયો છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. લોકો દેવ જોશી નો વિડીયો જોયા બાદ ધૈર્ય રાજ સિંહ રાઠોડ ના સારવાર અર્થે ડોનેશન પણ આપી રહ્યાં છે.
ત્રણ મહિનાના માસુમ બાળકને બચાવવા માટે અત્યાર સુધીમાં અનેક સેલિબ્રિટી સામે આવી ચૂક્યા છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્ર જાડેજા ના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ માસુમ બાળકને બચાવવા માટે ડોનેશનની અપીલ કરી ચુક્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.