આજે રવિવારે હોળી (Holi) અને સોમવારે ધુળેટીનાપર્વની ઉજવણી પર પણ અનેક પ્રકારના રોક લગાવવામાં આવ્યા છે. બે દિવસ માટે સરકારની ગાઈડલાઈન હેઠળ તમામ કલબો, સ્વીમીંગ પુલ, પાર્ટી પ્લોટો અને મંદિર તથા હવેલીઓમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ધુળેટીની ઊજવણી અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. આ જાહેનામા મુજબ જાહેરમાં આવતા જતા રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય.
જે મુજબ, શહેરમાં કોરોનાના વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈ રાજય સરકારની ગાઈડલાઈન મુજબ 28 અને 29 માર્ચના રોજ શહેરમાં તમામ પ્રકારની જાહેર ઉજવણીપર્વ નિમિત્તે કરી શકાશે નહીં એવો આદેશ કરવામાં આવ્યો છે.
તમામ સરકારી અને ખાનગી સ્વીમીંગ પુલો બંધ રહેશે.<br />મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં મોટી સંખ્યામાં ટોળા વળી પાણી કે કલર વડે હોળી રમવાની કરવામાં આવતી ઉજવણી બંધરાખવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.