ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે લીલા મરચાં – જાણો, લીલા મરચાંથી થતાં ફાયદાઓ વિશે..

ડાયાબિટીસ અને વધુ વજન ધરાવતા લોકોને સામાન્ય રીતે સ્વીટ્સ અને વધુ કેલોરીવાળા ભોજનનું સેવન ન કરવાનું કહેવામાં આવે છે. નિષ્ણાંતોએ હવે એક એવી વસ્તુનું નામ જણાવ્યું છે જેના ખાવાથી આ બંને સમસ્યાઓથી પરેશાન લોકોને ઘણો ફાયદો થશે. તે વસ્તુ છે, લીલું મરચું.

આ તીખું લીલું મરચું ખૂબ જ ઉપયોગી છે. જો કે ચટણી-શાકભાજી સહિત કેટલીય વાનગીમાં લીલાં મરચાંનો ઉપયોગ થતો હોય છે અને કેટલાય લોકો તેને એમ જ ખાઇ જતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે લીલાં મરચાંનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ રૂપે કરવામાં આવે છે.

મરચામાં કૈપ્સાઇસિન નામનું એક તત્ત્વ મળી આવે છે, જે તેના સ્વાદમાં તીખાશ લાવે છે અને કેટલાય રોગમાં ફાયદો પહોંચાડે છે. ખાસકરીને વજન ઘટાડવા માટે આ રામબાણ દવા છે. ત્યારે ડાયાબિટીસની બીમારીથી પીડાતા લોકોને પણ તેનાથી ફાયદો થાય છે.

લીલાં મરચાં કેટલાય પ્રકારના હોય છે, તેમાં શિમલા મરચું પણ સામેલ છે. જાણો, મરચાંથી થતા ફાયદાઓ વિશે…

– મરચાં ખાવાથી શરીરમાં ગરમી વધે છે, જે ફેટને નષ્ટ કરી દે છે. એક રિસર્ચ અનુસાર, તેમાં મળી આવતું કૈપ્સાઇસિન ફેટ બર્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જેનાથી વધતા વજનથી છૂટકારો મેળવી શકાય છે. એટલા માટે લીલાં મરચાં ઉપરાંત લાલ મરચાં અથવા બ્લેક પેપરનું સેવન પણ કરી શકો છો. પરંતુ મરચાંનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરો નહીં તો નુકશાનકારી સાબિત થઇ શકે છે.

– આ રિસર્ચમાં એ દાવો પણ કરવામાં આવ્યો છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લીલું મરચું દવા સમાન છે. તેના સેવનથી એક તરફ ડાયાબિટીસ થવાના જોખમને ઘટાડી શકાય છે, ત્યારે તેમાંથી મળી આવતું કૈપ્સાઇસિન નામનું તત્ત્વ શરીરમાં ગ્લૂકોઝનું સ્તર સામાન્ય રાખવાનું કામ કરે છે તેનાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.