બોલિવૂડની ચાર્મિંગ દિવા મલાઈકા અરોરાનો અંદાજ લાજવાબ છે. મલાઈકા જે પણ મેહફિલમાં જાય છે તેમાં પૂરી લાઈમલાઈટમાં રહે છે.અને રવિવારે મલાઈકા અરોરા મિસ ઇન્ડિયા ઇવેન્ટ 2022માં સામેલ થઇ હતી. આ ઇવેન્ટમાં મલાઈકાના લુક અને અંદાજની બધે જ ચર્ચા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર મલાઈકાના ફોટોઝ અને વિડીયોઝ છવાયેલા છે અને લોકો મજેદાર કમેન્ટ્સ સાથે ટ્રોલ પણ કરી રહ્યા છે.
આમ તો મલાઈકા દરેક ઇવેન્ટમાં તેના અલગ લુક અને અંદાજને કારણે ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે મલાઈકા તેના નેકલેસને લઈને ચર્ચામાં છે. મલાઈકાએ પહેરેલો નેકલેસ લોકોને સલમાન ખાનના બ્રેસલેટની યાદ અપાવે છે.
મલાઈકાનો નેકલેસ જોઇને ઘણા યુઝર એમને પૂછે છે કે તેમણે સલમાન ખાનનું બ્રેસલેટ કેમ ગળામાં પહેરી લીધું છે ? અને ભૂલથી ઘરેથી લઇ આવ્યા કે શું ?
હવે વાત કરીએ તેના ડ્રેસ અને લુકની તો મિસ ઇન્ડિયા ઇવેન્ટ 2022માં મલાઈકા ગોલ્ડન કલરનો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને પહોંચી હતી અને જેમાંથી તેના અન્ડરગારમેન્ટ પણ સાફ દેખાતા હતા જેને કારણે પણ લોકોએ તેને ટ્રોલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.