કોઈએ તમને whatsappમાં મેસેજ, VIDEO મોકલીને કરી દીધો ડિલીટ? જોવા માટે અપનાવો આ ટ્રિક…..

આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે કેવીરીતે તમે એક નાની ટ્રીકથી ડિલીટ થયેલા મેસેજ, ઓડિયો અને વીડિયોને જોઇ શકો છો. જેમકે તમને કોઈએ મેસેજ કર્યો અને થોડી સેકન્ડમાં મેસેજને ડિલીટ કરી દીધો.અને તમારા મનમાં એક જ વસ્તુ ફરે છે કે આ મેસેજમાં સામેવાળાએ શું મોકલ્યું હશે. તમારે ચિંતા કરવાની બિલ્કુલ જરૂર નથી. હવે તમે થોડા સ્ટેપ્સ દ્વારા તમે જાણકારી મેળવી શકો છો.

આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે અને તમે સૌથી પહેલા વૉટ્સએપ ડિલીટ એપને ઈન્સ્ટોલ કરો અને ડાઉનલોડ કર્યા બાદ તમારે યસ પર ક્લિક કરવાનુ છે અને ત્યારબાદ તમારે મંજૂરીને એલાઉ કરી દેવી પડશે ત્યારે આ એપ સારી રીતે કામ કરશે.

ત્યારબાદ તમારે વૉટ્સએપ પર પણ કેટલાંક સેટીંગ્સ કરવા પડશે. વૉટ્સએપ ખોલીને ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો ત્યારબાદ સેટીંગ્સમાં જઇને ડેટા એન્ડ સ્ટોરેજ યુસેજ પર જાઓ. મીડિયા ઑટો ડાઉનલોડ પર જઇને તમારે બધી વસ્તુઓને સેટ કરવાની છે. જેનાથી તમારી બધી ફાઈલ ઑટોમેટીક ડાઉનલોડ થઇ જશે અને ત્યારબાદ તમે મેસેજ, ઑડિયો અથવા વીડિયોને રિકવર કરી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.