પશ્ચિમ બંગાળમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જીએ સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે બુધવારે શપથ ગ્રહણ કર્યા.
પાર્થ ચેટર્જી અને સુબ્રત મુખર્જી જેવા ટીએમસીના નેતાઓ ઉપરાંત ટીએમસીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા રણનીતિકાર પ્રશાંત કિશોર અને બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી આ સમારોહમાં હાજર હતા. બેનર્જીએ કહ્યુ કે પદ સંભાળ્યા બાદ તેમની પહેલી પ્રાથમિક્તા કોરોનાની સ્થિતિને પહોંચી વળવાની રહેશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શપથ લીધા બાદ તાત્કાલિક તમામ રાજનીતિક દળોને શાંતિ સુનિશ્ચિત કરવાની અપીલ કરી.
ત્યારે મમતાના શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ જગદીપ ઘનખડે કહ્યુ કે આપણી પહેલી પ્રાથમિકતા રાજ્યોમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાને સમાપ્ત કરવાની છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહ્યુ કે હું મમતાજીને તેના ત્રીજા કાર્યકાળના અભિનંદન પાઠવું છુ. અમારી પ્રાથમિકતા એ છે કે આ હિંસાનો અંત કરવાનો હોવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 292 સીટો પર થયેલી ચૂંટણીમાં તુણમુલ કોંગ્રેસ 213 સીટો પર વિજય મેળવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.