શું ખરેખર ઓકિસજન ન મળવાને કારણે કોઈનું મોત નથી થયું ? કે પછી સરકાર જીવની કિંમત ભૂલી ગઈ છે.!

કોરોનાની બીજી લહેર જ્યારે પોતાના પીક પર હતી ત્યારે તમને દર્દીઓની લાચારીની તસવીરો તમે જોઈ હશે. અનેક લોકોના મોત એટલા માટે થયા કારણ કે તેમને સમયસર મેડિકલ ઓક્સિજન ન મળ્યા. પરંતુ કેન્દ્ર સરાકરે રાજ્યસભામાં આપેલ લેખિત જવાબમાં કહ્યું કે, ઓક્સિજનને કારણે કોઈના પણ જીવ નથી ગયા. આ દાવો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તરફથી મળેલા આંકડાને ટાંકીને કર્યો છે.ઓક્સિજન, ઓક્સિજન અને માત્ર ઓક્સિજન…મંગળવારે જ્યારે રાજ્યસભામાં સાંસદોએ સંક્રમણ પર ચર્ચા શરૂ કરી તો ગૃહમાં માત્ર એક જ શબ્દ સાંભળવા મળ્યો. જે દુઃખ આખા દેશે અનુભવ્યું, તેણે મંગળવારે સાંસદોને પણ હચમચાવી દીધા.

ગંગામાં વહેતી લાશોનો ઉલ્લેખ કરતાં ચર્ચા મલ્લિકાર્જુન ખડગેએ શરૂ કરી અને છેલ્લે તૂટતા શ્વાસ સુધી જઈને પહોંચી. ખડગેના નિશાને ભલે સરકાર રહી હોય પરંતુ સત્ય એ છે કે અનેક લોકોના જીવ ઓક્સિજન ન મળવાને કારણે ગયા. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સરકારે એ માનવાની જ ના પાડી દીધી.રાજ્યસભામાં સરકારને સવાલ પૂછવામાં આવ્યું હતો કે ઓક્સિજનની અછતને કારણે કેટલા લોકોના મોત થયા ? જેના જવાબમાં સરકારે કહ્યું કે, ઓક્સિજનની અછતને કારણે એક પણ મોત નથી થયું.

જો તમને લાગે છે કે ઓક્સિજનની અછતને કારણે કોઈનો પણ જીવ નથી ગયો તેવું સરકારનું નિવેદન બેજવાબદાર છે તો થોભો. એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન જરૂર જાણો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આંકડા નથી આપતી અમે કમ્પાઈલ કરીને તને છાપીએ છે. કેન્દ્ર સરકારની આનાથી વધારે કોઈ ભૂમિકા નથી હોતી.

આ જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે સ્વાસ્થ્ય વ્યવસ્થા રાજ્યોના અધિકાર ક્ષેત્રનો મુદ્દો છે. રાજ્યોએ કેન્દ્રને મોકેલલે રિપોર્ટમાં ઓક્સિજનની અછતને કારણે લોકોના મોતનો ઉલ્લેખ નથી. મતલબ કે વિપક્ષના સવાલોની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્યો પર ઢોળી દીધી. સવાલ એ પણ છે કે રાજ્યોએ ઓક્સિજનની અછતને કારણે થયોલ મોતના આંકડા કેન્દ્રને કેમ ન મોકલ્યા ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.