રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનર કે એલ રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.અને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે રોહિત દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે.
કે એલ રાહુલે ઓપનિંગ પાર્ટનર મયંક અગ્રવાલ સાથેની એક મુલાકાતમાં કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે તેને લાગ્યું કે તે કદાચ ફરી ક્યારેય ટેસ્ટ ક્રિકેટ નહીં રમી શકે, પરંતુ હવે ટીમમાં મહત્વની જવાબદારી મેળવવી તેના માટે મોટી વાત છે.
ઓપનર કે એલ રાહુલે કહ્યું, ‘6 મહિના પહેલા અથવા એક વર્ષ પહેલા એવું લાગતું હતું કે કદાચ હું ફરી ક્યારેય ટેસ્ટ ક્રિકેટ રમી શકીશ નહીં, પરંતુ ઘણું બદલાઈ ગયું છે અને મને ટીમમાં એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે અને જેના માટે હું તેમનો આભારી છું. હંમેશની જેમ, હું દક્ષિણ આફ્રિકામાં પણ ટીમ માટે સારું પ્રદર્શન કરવા માંગુ છું.
કે એલ રાહુલ અને મયંક અગ્રવાલે પણ ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડના વખાણ કર્યા હતા. બંને ઓપનિંગ બેટ્સમેનોએ કહ્યું કે રાહુલ દ્રવિડ સાથે કામ કરવાનો એક અલગ અનુભવ છે, તે ટીમ માટે ખૂબ ફાયદાકારક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.