દિગ્વિજય બોલ્યા ,મોદી-શાહ અયોગ્ય જેઓ મારી ધરપકડ કરાવી શકતા નથી,‘હિન્દુ આતંકવાદ’ના ખુલાસા પર કોંગ્રેસ લાલઘુમ

 

મારિયાના પુસ્તક ‘Let Me Say It Now’માં હિન્દુ આતંકવાદના ષડયંત્રના ખુલાસા બાદ ભાજપ નેતાઓએ દિગ્વિજય સિંહને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ગુપ્તચર ગણાવી દીધા. દિગ્વિજય સિંહે કહ્યું કે જો તેઓ આઇએસઆઇના ગુપ્તચર છે તો તેમણે અત્યાર સુધી ધરપકડ કેમ કરી નથી? જો આવું જ હોય તો પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બિલકુલ અયોગ્ય છે કારણ કે તેઓ મારી ધરપકડ કરાવી શકતા નથી. ભાજપના નેતાઓએ દિગ્વિજય સિંહ પર એટલા માટે નિશાન સાંધ્યુ હતું કારણ કે સિંહે મુંબઇ હુમલા માટે આરએસએસ પર આંગળી ઉઠાવી હતી અને બજરંગ દળ પર આઇએસઆઇમાંથી પૈસા લેવાનો આરોપ મૂકયો હતો. આમ પણ દિગ્વિજય સિવાય યુપીએ સરકારમાં ગૃહમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસ નેતા સુશીલ શિંદે અને પી.ચિદમ્બરમ પર ‘ભગવા આતકંવાદ’ કે ‘હિન્દુ આતંકવાદ’નો ટર્મ ઘડવાનો અને આતંકવાદમાં હિન્દુઓને પણ સંલિપ્તતા ખોટી રીતે સાબિત કરવાની કોશિષ કરવાનો આરોપ લાગી ચૂક્યા છે

કેમ ભડક્યા દિગ્વિજય?

માલવીયાએ કહ્યું હતું કે 26/11 ટેરર એટેક બાદ તરત જ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની સાથે કેટલીક બોલિવુડ હસતીઓએ પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું જેમાં આરએસએસ પર આરોપ મૂકયા હતા. તેમણે કહ્યું કે એ પુસ્તકમાં કયાંય પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાની આશંકા વ્યકત કરાઇ નહોતી. તેમણે એ જ કહ્યું જે પાકિસ્તાન તેમને કહેવડાવા માંગતું હતું. એ વાત સાચી છે કે દિગ્વિજય સિંહે 26/11 આરએસએસનું ષડયંત્ર? નામથી પ્રકાશિત પુસ્તકનું લોકાર્પણ કરતા સમયે કહ્યું હતું કે આ પુસ્તકમાં કયાંય પણ 26/11મા પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ જોઇ શકાય નહીં.

બચાવમાં ઉતર્યા અધીર ચૌધરી

હવે દિગ્વિજય સિંહે કહ્યું કે તેઓ ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ અને પાર્ટીના મીડિયા સેલના ચીફ અમિત માલવીયને માનહાનિની નોટિસ મોકલશે. બીજીબાજુ લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના પ્રતિનિધિ અધીર રંજન ચૌધરીએ ‘હિન્દુ ટેરર’ને લઇ ઉઠાવેલા પ્રશ્નો પર પાર્ટીનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે ‘હિન્દુ ટેરર’ ટર્મ સામે આવ્યો ત્યારે આખી પૃષ્ઠભૂમિ કંઇક એવી જ હતી. તેમણે મક્કા મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ અને પ્રજ્ઞા ઠાકુરની ધરપકડ અને અન્ય હિન્દુઓની ધરપકડનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે આતંકવાદી હંમેશા દગો આપે છે અને હુમલામાં પોતાની અસલી ઓળખ છુપાવી લે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.