સિંધિયા સમર્થક મંત્રીને દિગ્વિજય સિંહની ખુલ્લી ધમકી, જુઓ કહ્યું કોંગ્રેસની સરકાર આવી ગઇ તો…

પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહની ધમકીને પગલે મધ્યપ્રદેશના રાજકીય ગલિયારોમાં હલચલ મચી ગઈ છે અહી આપને જણાવી દઈએ કે આ ધમકી કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાને આપી છે. આ વિશે દિગ્વિજયે કહ્યું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ સિસોદિયાને નહીં છોડે, તેને જરૂરથી પાઠ ભણાવશે.

નોંધનીય છે કે ગુના જિલ્લાના બામોરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ખુલ્લા મંચ પરથી પંચાયત મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાને ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘હું મંચ પરથી મંત્રીને ચેતવણી આપી રહ્યો છું કે જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો અમે તમને નહીં છોડીએ અને જરૂરથી પાઠ ભણાવીશું.’

જણાવી દઈએ કે પંચાયત મંત્રી સિસોદિયાના વિધાનસભા ક્ષેત્ર બામોરીમાં જ દિગ્વિજય સિંહે એક ખુલ્લા મંચ પરથી આ ધમકી આપી હતી. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, જે અધિકારી-કર્મચારી નિર્દોષ લોકોને પકડશે તેને હું બક્ષીશ નહીં.’ વાત એમ છે કે કોંગ્રેસીઓએ દિગ્વિજય સિંહને ફરિયાદ કરી હતી કે પંચાયત મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયા તેમને ધમકાવી રહ્યા છે અને અધિકારીઓ અને પોલીસના નામની ધમકી આપવામાં આવે છે સાથે જ હેરાન કરવામાં આવે છે અને જેને લઈને દિગ્વિજય સિંહે મંચ પરથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે નિવેદનો આપ્યા હતા.

બીજી તરફ પંચાયત મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાએ પલટવાર કરતા કહ્યું કે દિગ્વિજય સિંહને ખબર નથી કે તેઓ શા માટે ધમકી આપી રહ્યા છે? જો હું ઈચ્છતો તો બમૌરીમાં કોંગ્રેસના સુંપડા સાફ કરી દઇશ અને મારી માનસિકતા કોઈને નુકસાન પહોંચાડવાની નથી હું મારા નેતા કે ભગવાનથી જ ડરું છું, બીજા કોઇથી નહીં.

જણાવી દઈએ કે મધ્યપ્રદેશના રાજકારણમાં મહેન્દ્ર સિંહ સિસોદિયાને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક માનવામાં આવે છે અને વર્ષ 2020 માં સિસોદિયા કોંગ્રેસ છોડીને સિંધિયા સાથે ભાજપમાં જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.