Scorpion: જે ઝેરી જીવડાથી હંમેશા 100 ફૂટ દૂર રહેવાનું પસંદ કરે છે લોકો. જેનો એક ડંખ આપે છે મોત! એ Scorpion ની અહીં કરવામાં આવે છે ખેતી. જેનેથી લોકો મેળવે છે કરોડો રૂપિયાનો નફો!
Scorpion: તમને નવાઈ લાગશે કે વીંછીની તો કંઈ ખેતી થતી હશે પણ આ વાત સાચી છે. અહીં જીવના જોખમે ખેતી કરાય છે અને પાલકો કરોડો રૂપિયાનો નફો રળી રહ્યાં છે. અહીં વીંછી મોટા થતાં જ મારી નાખવામાં આવે છે. તમે શાકભાજી, ફળફળાદી કે ધાન્ય પાકોની ખેતી તો જોઈ હશે. બાગાયતી પાકો તમને સૌથી વધારે કમાણી કરાવે છે. આ સિવાય તમે પશુપાલન, મરધાંપાલન કે મત્યપાલન કરીને પણ કમાણી કરી શકો છે પણ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને તમે હચમચી જશો. અહીં ઝેરી પ્રાણી વીંછીની ખેતી કરવામાં આવી રહી છે. તમને એમ થશે કે આ ઝેરી પ્રાણીથી શું ફાયદો થશે?
પહેલાંનો જમાનો અલગ હતો. એ સમયે દુનિયાના જુદા જુદા ખૂણામાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે પુસ્તકો દ્વારા જ ખબર પડતી હતી. જો કે, હવે સંજોગો બદલાઈ ગયા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને કેટલીક અજીબોગરીબ બાબતો વિશે સરળતાથી જાણવા મળે છે જેના વિશે આપણે વિચારી પણ ન શકીએ. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને ઘણા લોકો મેસેજો પર મેસેજો કરી રહ્યાં
આ ઝેરી પ્રાણીથી શું ફાયદો થશે?
તમે શાકભાજીની ખેતી તો જોઈ જ હશે, પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં વીંછીની ખેતી થઈ રહી છે. ભૂલથી પણ વીંછી ડંખ મારે અને યોગ્ય સમયે સારવાર ન મળે તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. છેવટે, આ ઝેરી પ્રાણીથી શું ફાયદો થશે? તેની ખેતી કરવાનું જોખમ શા માટે લેવામાં આવી રહ્યું છે. એક-બે નહીં પણ હજારો વીંછીઓની કેવી રીતે કાળજી લેવામાં આવશે?
આ રીતે થાય છે વીંછીની ખેતી…
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક રૂમમાં હજારો વીંછી જોઈ શકો છો. આ માટે, સ્કોર્પિયન્સને એક જ રૂમના બ્લોકમાં રાખવામાં આવે છે. તેમને ભોજન આપવામાં આવે છે અને તેમના પર દવા છાંટવામાં આવે છે. વીંછીને રાખવા માટે ઘણી કાળજી લેવી પડે છે કારણ કે થોડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. હવે તમે વિચારતા હશો કે વીંછીની ખેતી જ કેમ કરવી? તો ચાલો આનો પણ રસપ્રદ જવાબ આપીએ.
સ્કોર્પિયન્સ તમને કમાઈ આપે છે કરોડો રૂપિયા-
વીંછીની ખેતી માટે મુખ્યત્વે બે કારણો છે. એક તો તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. વીંછીના ઝેરનો ઉપયોગ કેન્સર જેવા અનેક જીવલેણ રોગોમાં થાય છે અને આ ઝેરનો સંગ્રહ કરવા માટે તેમને પાળવામાં આવે છે. તમે ભાગ્યે જ જાણતા હશો કે આંતરરાષ્ટ્રીય બજારમાં 1 લીટર વીંછીનું ઝેર 85 કરોડ રૂપિયાથી વધુમાં વેચાય છે. એક વીંછીમાં 2 મિલીલીટર ઝેર હોય છે, એટલે કે 500 વીંછીનું ઝેર એક વ્યક્તિને કરોડપતિ બનાવશે. માત્ર એક વીંછી જ તમને કરોડપતિ બનાવી શકે છે. આમ આ માટે લોકો હવે આ ઝેરી પ્રાણીની ખેતી કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.