દિનદહાડે યુવા કૉંગ્રેસ નેતાની ગોળી મારી હત્યા, પોલીસ પુત્ર ઉપર આરોપ

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)કાનપુરમાં દિનદહાડે એક યુવા કૉંગ્રેસ નેતાની (Youth Congress Leader)ગોળી મારીને હત્યા (Murder)કરવામાં આવી છે. આ ઘટના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રેટર કૈલાશ વિસ્તારની છે. હત્યાનો આરોપી રવિ યાદવ પોલીસ કર્માચરીનો પુત્રો હોવાનું માનવામાં આવે છે. ઘટનાને અંજામ આપ્યા પછી પોલીસ પુત્ર ફરાર થયો હતો.

આરોપીએ લાઇસન્સ રાયફલથી (License Rifle) યુવકને ગોળી મારી હોવાનું માનવામાં આવે છે. પોલીસને (police)મળેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે રવિ યાદવના પિતા યશવંત યાદવ ઉન્નાવના હસનગંજ પોલીસમાં ડ્રાઇલર પદ ઉપર ફરજ બજાવે છે. તેમણે ઘરમાં ટીનશેડ બનાવવા માટે પ્રશાંત નામના એક યુવકના પિતાને 80 હજાર રૂપિયાનું કામ આપ્યું હતું. આ કામ માટે 50 હજાર રૂપિયા રોકડા આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે, એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કામ ન થવા ઉપર રવિ યાદવે બુધવારે પ્રશાંતને પકડીને ઘરમાં બંધક બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશાંતે ફોન કરીને પોતાના સાથીઓને બાલાવ્યા હતા. પ્રશાંતના સમર્થનમાં કોંગ્રેસના નેતા શોએબ ખાન પોતાના 10-12 સાથીઓની સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપ છે કે આ લોકોના ઘર ઉપર બબાલ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ રવિ પોતાના ઘરમાં રાખેલી લાઇસન્સ વાળી રાયફલ લઇને આવ્યો હતો. ત્યારબાદ તેણે શોએબ ઉપર ગોળી ચલાવી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.