દીપિકાની ‘છપાક’ સમસ્યામાં, ખુદ લક્ષ્મી અગ્રવાલની વકીલે વાંધો ઉઠાવ્યો

દીપિકા પાદુકોણની છપાક હવે ઠેર ઠેર વિવાદોના મધપૂડામાં આવી રહી છે. એક વિવાદ થમવાનુ નામ નથી લેતો ત્યાં તો બીજા વિવાદ આવીને ઉભો રહી જાય. હજુ ગઈ કાલે જ એક વિવાદ આવ્યો હતો કે ફિલ્મમાં એસિડ ફેંકનાર નદીમ ખાનનું નામ બદલીને રાજેશ કરવામાં આવ્યું છે. એ વિવાદ એક ધર્મવાદ તરફ લોકોને લઈ જઈ રહ્યો હતો. ત્યાં આજે એનાથી પણ મોટો વિવાદ આવીને ઉભો રહી ગયો. હવે એક વકીલે તેને ક્રેડિટ ન આપવા બદલ ફિલ્મ પર રોક લગાવવાની માગ કરી છે અને દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી છે.

વકીલ અર્પણા ભટ્ટનો દાવો છે કે, તે એસિડ એટેક પીડિતા લક્ષ્મીની કેટલાય વર્ષો સુધી વકીલ રહી છે. તેમ છતાં ફિલ્મમાં તેને ક્રેડિટ આપવામાં આવી નથી. આ મુદ્દાના વિરોધમાં પટિયાલા હાઉસ કોર્ટમાં ફિલ્મ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ શુક્રવારે એટલે કે આવતી કાલે જ 10 તારીખે સિનેમા ઘરોમાં રીલિઝ થવાની છે અને હજુ વિવાદ થમવાનું નામ લેતો નથી.

આ પહેલા અર્પણાએ પોતાના ફેસબુક પેજ પર આ વાતને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ ફિલ્મ નિર્માતાઓ વિરુદ્દમાં કાર્યવાહી કરવામાઁ આવે એવી માગ કરી હતી. પોતાની અરજીમાં ભટ્ટે દાવો કર્યો છે કે, તે કેટલાય વર્ષો સુધી લક્ષ્મીની વકીલ રહી છે. તેમ છતાં નિર્માતાઓએ ફિલ્મમાં તેને કોઈ જ ક્રેડિટ આપી નથી. મહિલાએ માંગણી કરી કે ફિલ્મ પર રોક લગાવવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.