દીપિકા પાદુકોણ પાંચ બીગ બજેટ ફિલ્મ સાથે સૌથી વ્યસ્ત અભિનેત્રી

– દીપિકાનું શેડયુલ ભરચક, શાહરૂખ, જ્હોન અબ્રાહમ, પ્રભાસ સહિતના સ્ટાર્સ સાથે દેખાશે

દિપીકા પદુકોણે એક પછી એક કરીને પાંચ પ્રોજેક્ટ સાઇન કરીને વ્યસ્ત અભિનેત્રીઓની યાદીમાં આવી હઇ છે. દીપિકા પદુકોણ પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ ૮૩માં જોવા મળવાની છે.

દીપિકાની નજકના સૂત્રે જણાવ્યું હતું કે, દીપિકા શાહરૂખ ખાન સાથે ફરી રૂપેરી પડદે જોવા મળવાની છે. તેણે શાહરૂખ અને જોન અબ્રાહમ સાથેની ફિલ્મ પઠાણ સાઇન કરી છે. જોકે તે આ ફિલ્મના શૂટિંગમાં આગામી વરસના મધ્યમાં જોડાશે.

તે જલદી જ નાગ અશ્વિનની ફિલ્મમાં પ્રભાસ સાથેની ફિલ્મનું શૂટિંગ કરવાની છે. જે એક સાયન્સ-ફિકશન હશે અને તેમાં દીપિકાના ખતરનાક સ્ટંટ પણ જોવા મળશે. આ એસાઇનમેન્ટ પૂરા કર્યા પછી દીપિકા એપિક ફિલ્મ મહાભારતમાંનું શૂટિંગ શરૂ કરશે જેમાં તે દ્રોપદીનું પાત્ર ભજવવાની છે. તે આ ફિલ્મ માટે લગભગ છ મહિના આપવાની છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.