દીપિકા પદુકોણ હાલમાં જ ધર્મા પ્રોડકશનની ખાર ઓફિસની બહાર જોવા મળી હતી. ત્યાંથી બહાર નીકળ્યા પછી મીડિયા ફોટોગ્રાફર્સ સાથે તેની ખાસ્સી બોલાચાલી થઇ હતી. મામલો એટલો બધો બિચક્યો હતો કે અભિનેત્રીએ તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.
એક રિપોર્ટના અનુસાર, ફોટોગ્રાફર્સોને લાગ્યું હતુ ંકે, દીપિકા પોતાના સાસુ-સસરાને ત્યાં જશે, પરંતુ તે ત્યાં જવાની બદલે પાજ લેન્ડ એન્ડ હોટલમાં એક મીટિંગ હોવાથી ત્યાં ગઇ.
હોટલ પહોંચવાના રસ્તા દરમિયાન દીપિકાની કારના ડ્રાઇવરે જોયું કે થોડા ફોટોગ્રાફર્સ તેની કારનો પીછો કરી રહ્યા હતા. આ પછી દીપિકાની કાર ઊભી રહી હતી અને તેમાંથી તેનો બોડીગાર્ડ બહાર નીકળ્યો હતો. ફોટોગાફર્સોની દીપિકાના બોડીગાર્ડ સાથે બોલાચાલી થઇ હતી.
આ પછી દીપિકા પણ કારમાંથી નીચે ઊચરી હતી અને તેમને સમજાવાના પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે વાકયુદ્ધ એટલું ગંભીર થઇ ગયું કે દીપિકાએ લીગલ એકશન લેવાની ધમકી સુદ્ધાં આપી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.