બોલિવૂડમાં ડ્રગ્સના મામલામાં ઘણા સુપરસ્ટાર્સ ફસાયા છે અને આ મામલાએ હવે નવું જ સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવે બધાની નજરે આ મુદ્દો આવી ગયો છે અને સોશિયલ મીડિયા તો તે અંગે વિવિધ વાતો કરી રહ્યું છે.
દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રિત સિંહ અને શ્રદ્ધા કપૂર પણ ડ્રગ્સ મામલામાં ફસાયા છે અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ તેમની પૂછપરછ પણ કરેલી છે. NCBએ ડ્રગ્સ કિસ્સામાં દિપીકા પાદુકોણની પૂછપરછ કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દિપીકા પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે માલ એટલે શું?
માલનો અર્થ મારા માટે સિગારેટ થતો હતો
દિપીકાએ આ ‘માલ ‘ અંગે જે જવાબ આપ્યો તે દંગ કરી દેનારો છે. તેણે કહ્યું હતું કે હા, મેં પૂછ્યું હતું કે માલ છે કે શું પરંતુ તેનો અર્થ એ નથી જે તમે સમજી રહ્યા છો. માલનો અર્થ મારા માટે સિગારેટ થતો હતો. સિગારેટ માટે અમે માલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ.
સિગારેટ બ્રાન્ડ માટે હેશ અને વીડ એમ બે પ્રકારના કોડનો ઉપયોગ
આ જ ચેટમાં અનુસંધાનમાં NCBએ દિપીકાને બીજો સવાલ કરી નાખ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે હેશ શું છે? આ પણ તમારી ચેટનો ભાગ છે. તેના જવાબમાં દિપીકાએ કહ્યું કે અમે અલગ અલગ બ્રાન્ડની સિગારેટને માટે આ હેશ અને વીડ એમ બે પ્રકારના કોડનો ઉપયોગ કરીએ છીએ.
પાતળી સિગારેટને હેશ અન જાડી સિગારેટને વીડ
NCBએ કહ્યું કે હેશ અને વીડ બે બ્રાન્ડ કેવી રીતે હોઇ શકે તો દિપીકાએ કહ્યું હતું કે અમે પાતળી સિગારેટને હેશ અન જાડી સિગારેટને વીડ કહીએ છીએ. દિપીકાએ કહ્યું કે અમે સિગારેટ પીએ છીએ પરંતુ તે ડ્રગ્સ નથી.
ફિક્કી એટલે ટૂંકા સમયના રિલેશન અને મેરેજ એટલે લાંબા સમયના રિલેશન
NCBએ પૂછ્યું કે તે કોડવર્ડનો ઉપયોગ શા માટે કરે છે તો તેણે જવાબ આપ્યો હતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અંદરોઅંદરની વાતચીત દરમિયાન અમે ઘણા કોડવર્ડનો ઉપયોગ કરીએ છીએ. આમ કહીને તેણે એકાદ બે કોડવર્ડ પણ કહ્યા હતા જેવા કે પનીર અને ફિક્કી એન્ડ મેરેજ. તેણે કહ્યું કે જે લોકો સાવ દુબળા-પાતળા હોય તેમના માટે અમે પનીરનો ઉપયોગ કરીએ છીએ તો ફિક્કી એન્ડ મેરેજ એ ટૂંકા અને લાંબા રિલેશન માટે વપરાય છે. ફિક્કી એટલે ટૂંકા સમયના રિલેશન અને મેરેજ એટલે લાંબા સમયના રિલેશન.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.