ડિપ્રેશન અને અન્ય કારણોસરથી, લોકો ટૂંકાવી રહ્યાં છે જીવન, સુરતમાં એક દિવસમાં 10 લોકોએ, આપઘાત કર્યાના સામે આવ્યા સમાચાર

સુરતમાં એક જ દિવસમાં આપઘાતની 10 ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો.

ડિપ્રેશન અને અન્ય કારણોસરથી લોકો જીવન ટૂંકાવી રહ્યાં છે. ડિંડોલીમાં બે વૃદ્ધોએ એકલતાના કારણે  આપઘાત કર્યો છે.

મજૂરાગેટમાં ક્રિષ્નાશ્યામ કોમ્પેલક્ષમાં મિલ બંધ થતા ડિપ્રેશનમાં વૃદ્ધે આપઘાત કર્યો હતો. જ્યારે રાંદેર ટેકરા ફળીયામાં સગીરાને લગ્નમાં જવાની ના પાડતા દવા પીને મોતને વહાલુ કરી લીધુ હતુ.

કોઝવે રોડ પર વિજય પેલેસમાં ટિફિન બનાવવા બાબતે ઝઘડો થતા યુવતીએ ગળેફાંસો ખાધો હતો.

પાર્લેપોઈન્ટ પાસે ખાનસાહેબની વાડીમાં રહેતા યુવકનો ધંધો ન ચાલતા આપઘાત કર્યો હતો. અડાજણના આભવામાં યુવાને એક બિમારી પીડાઈને આત્મહત્યા કરી હતી.

એકલતા આત્મહત્યા સુધી દોરી ગઈ

વેડરોડ પર એકલતાના કારણે એક આધેડે એસિડ પીને આત્મહત્યા કરી હતી. પાંડેસરામાં યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.