જાણીતા ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સાજિદ નડિયાદવાલાએ ખુલાસો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં એક કોમેડી ફિલ્મની જાહેરાત કરશે. જેમાં કપિલ શર્મા જોવા મળશે. તેણે કપિલના શોમાં આ જાહેરાત કરી હતી. સાજિદ નડિયાદવાલા આ સપ્તાહના અંતમાં કપિલ શર્માના શોમાં તેની પત્ની વર્ધા ખાન સાથે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવવાના છે.અને તેની સાથે અભિનેતા ટાઈગર શ્રોફ, કૃતિ સેનન અને અહાન શેટ્ટી પણ હશે.
શો પર હોસ્ટ કપિલ શર્માએ સાજિદ નડિયાદવાલાને પૂછ્યું કે આ શોમાં આવીને તે કેવું અનુભવી રહ્યા છે. જેના જવાબમાં તેણે કહ્યું, ‘હું આ શોને મારો પોતાનો માનું છું કારણ કે મેં જ ઇન્ડસ્ટ્રીમાં અર્ચના પૂરણ સિંહની ભલામણ કરી હતી. મુઝસે શાદી કરોગી ફિલ્મમાં નવજોત સિંહ સિદ્ધુને કોમેન્ટેટર તરીકે લીધા હતા ત્યારબાદ સુમોના ચક્રવર્તી, અને હવે કૃષ્ણા અભિષેક, (સુદેશ) લાહિરી પણ. તેમણે કહ્યું, ‘એ પણ ન ભૂલવું જોઈએ કે હું હવે તે સ્ટારનો પણ નિર્માતા છું જે આ શોના નિર્માતા એટલે કે સલમાન ખાન છે.અને’ સાજિદે પણ શોમાં જાહેરાત કરી હતી કે તે હોસ્ટ કપિલ શર્મા માટે તેની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.