ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના વરતારા દેખાઈ રહ્યા છે.અને ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે તેવી વાતોએ જોર પકડયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ છે.તેમજ કોંગ્રેસમાં નારાજગી અને પક્ષપલટાનો દોર શરુ થયો છે. ત્યારે ઘણા સમયથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. અગાઉ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પણ તૂટી હતી ત્યારે હવે ફરી એકવાર કોંગેસને ફટકો પડી શકે છે.અને મહત્વનું છે કે અશ્વિન કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે હવે જો અશ્વિન કોટવાલ પણ હાથનો સાથ છોડશે તો ગુજરાત કોંગ્રેસને ફટકો પડશે.
અશ્વિન કોટવાલે કોંગ્રેસથી નારાજ છે તે વાત નક્કી પરંતુ તેઓ કયા પક્ષમાં જોડાશે તેને લઇને ચર્ચાનો દોર શરુ થઇ ગયોછે. તો બીજી તરફ અશ્વિન કોટવાલે જનસંપર્ક શરુ કર્યો છે. જનસંપર્ક બાદ ભાજપમાં જોડાવું કે કેમ તે અંગે નિર્ણય જાહેર કરશે. આગામી અઠવાડિયા સુધીમાં પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.અને કોંગ્રેસમાં રહેવું કે ભાજપમાં જવું તે અંગે સત્તાવાર જાહેરાત કરશે.
મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.અને જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.