મુંબઈઃ હાલમાં ચર્ચા હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી એટલે કે દિશા વાકાણી પરત ફરે છે. દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી શોમાં જોવા મળતી નથી. તેણે વર્ષ 2017મા મૅટરનિટી લીવ લીધી હતી. દિશાને ફી તથા કામના કલાકોને લઈ વાંધો હતો અને તેથી જ તે હજી સુધી શોમાં પરત ફરી નથી. જોકે, હવે દિશાના પતિએ કહ્યું હતું કે તે માત્ર સિરિયલના નાનકડાં પોર્શન માટે જ પરત ફરી છે. હજી સુધી તેણે સિરિયલમાં પરત ફરવાનો નિર્ણય લીધો નથી.
મયુર પડિયાએ શું કહ્યું?
- દિશાએ સિરિયલનો નવરાત્રિનો સ્પેશિયલ એપિસોડ શૂટ કર્યો છે. જોકે, દિશાએ હજી સુધી આ વાતનો સ્વીકાર કર્યો નથી. દિશાના પતિ મયુર પડિયાએ કહ્યું હતું કે દિશાએ માત્ર તે એપિસોડનો નાનકડો પોર્શન જ શૂટ કર્યો છે. મેકર્સ તથા તેમની વચ્ચેના મુદ્દાઓનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. હાલ પૂરતી દિશા શોમાં પરત ફરશે નહીં. તેમને આશા છે કે આ સમસ્યાનો નીવેડો ઝડપથી આવશે.
- અસિત મોદીએ શું કહ્યું?
- અસિત મોદીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે દિશાએ બે વર્ષ બાદ શૂટિંગ કર્યું છે પરંતુ તેને નાનકડાં ભાગનું જ શૂટ કર્યું છે. આશા છે કે તે ફૂલ ટાઈમ શોમાં પરત ફરશે. તેમની વચ્ચે વાતચીત ચાલી રહી છે અને આશા છે કે આ વાતચીતનો ચોક્કસથી ઉકેલ આવશે. તેમની વચ્ચે છેલ્લાં ઘણાં મહિનાઓથી વાત ચાલી રહી છે. તે પહેલાં પણ કહી ચૂક્યા છે કે શો કરતાં કોઈ જ વ્યક્તિ મહત્ત્વની નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.