મમતાની મમતથી વિપક્ષોમાં વિરોધનો વંટોળ ઊઠયો છે..
છેલ્લા કેટલાક વર્ષથી સત્તાથી (AUTHORITY) વિમુખ થયેલી કોઈ પણ ભોગે સત્તામાં પરત મેળવવા માંગે છે. પણ તેમાં પહેલેથી જ પરાજયની (DEFEAT) પીડા ભોગવી રહેલાં નેતાઓ અંદર લડી રહ્યાં છે. કોંગ્રેસમાં (CONGRESS) યાદવાસ્થળી ચાલી રહી છે.
ત્યાં હવે મમતા બેનરજીએ આવીને સમગ્ર કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ ઉભો કરી દીધો છે. ટીએમસીના વડા મમતા બેનર્જીએ તાજેતરમાં ભાજપને જે રીતે બંગાળમાં પરાજય આપ્યો તેનાં આધારે હવે તેઓ ૨૦૨૪ની લોકસભા જીતવા માટે પ્રવાસે નીકળ્યાં છે. ઉદ્ધવને મળી શકયા નહોતા પણ આદિત્ય ઠાકરે સાથે વાત તો પહોંચાડાવી હશે કે આપણે જોડાણ કરી શકીએ છીએ. ખાસ વાત એવી છે કે , મમતાની મળેલો વિજય તેમના પ્રભાવ , પ્રસાર અને પ્રચારને વેગ આપી રહ્યો છે.
કોંગ્રેસને પૂરી કરવાનું રાજકીય સ્વપ્ન ભાજપે રાખ્યું હતું પણ હવે તો વિપક્ષોમાં પણ કોંગ્રેસ ને પૂરી કરી દેવાની હોડ જામી છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તો ચાલુ જ છે અને તેનો લાભ લઈને અન્ય પક્ષોના નેતાઓને પોતાના માં સમાવી રહ્યા છે. હાલમાં કોંગ્રેસના કેટલાક મહત્વના અને યુવા નેતાઓ ટીએમસીમાં જોડાયા હતા.
તેનાં કારણે મમતાના વલણથી વિરોધનાં વંટોળ પણ ઉઠેલાં છે. આમ જોઈએ તો , હાલમાં દરેક વિપક્ષ પોતાની રીતે ગણતરીઓ માંડીને જોડાણો કરવાની મથામણ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.