દિવંગત ઈરફાન ખાનને બે અવોર્ડ મળ્યા છે. ‘અંગ્રેજી મીડિયમ’ માટે બેસ્ટ એક્ટર તથા અવસાન બાદ લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો છે. સાથે જ અમિતાભ બચ્ચનને બેસ્ટ એક્ટર (ક્રિટિક) એવોર્ડ મળ્યો. બીને ‘ગુલાબો સિતાબો’ માટે આ અવોર્ડ મળ્યો છે.
સૌથી વધુ અવોર્ડ તાપસીની ફિલ્મ ‘થપ્પડ’ને મળ્યા છે. આ ફિલ્મને 7 અવોર્ડ મળ્યા છે, જેમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સ્ટોરી સહિતના અવોર્ડ સામેલ છે.
આ સિવાય બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ (ક્રિટિક)નો ફિલ્મફેર એવોર્ડ તિલોત્માને મળ્યો છે. તિલોત્માને ફિલ્મ ‘સર’ માટે એવોર્ડ મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.