દિવ : હાલ દિવાળીનું (Diwali Vacation) વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દીવમાં (Diu) પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે. દીવનાં નાગવા બીચ (Nagoa beach) પર દારૂનાં નશામાં સહેલાણીઓનાં બે ગ્રુપ વચ્ચે મારામારી થઇ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતીઓને નજીકમાં જ કોઇ દરિયાકાંઠાની મઝા માણવી હોય તો તેમની પહેલી પસંદગી દીવ હોય. ત્યારે દિવાળીનાં તહેવારોમાં અહીં ફરવા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘણો જ વધારો થયો છે. દીવનાં નાગવા બીચ પર મારામારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે યુવકો દારૂનાં નશામાં મારામારી કરી રહ્યાં છે. આ મારામારીમાં બે ગ્રુપ દેખાઇ રહ્યાં છે.
પરંતુ આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.