રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા રાજ્ય સરકારે જુદાં-જુદાં પ્રતિબંધો લાગુ કર્યાં. જેમાં લગ્નપ્રસંગમાં 100થી વધારે લોકોને એકઠાં કરવા પર પ્રતિબંધ છે. તેમજ લગ્ન સમારોહ પોલીસની પરવાનગી લઇ યોજવામાં આવી રહ્યા છે. લગ્ન સમારોહમાં મંજૂરી મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, દિવસે યોજાનારા લગ્નપ્રસંગમાં પોલીસની મંજૂરીની જરૂર નથી.
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી. પરંતુ લગ્ન પ્રસંગમાં વરઘોડા અને બેન્ડવાજા પર પ્રતિબંધ યથાવત રહેશે. તેમજ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં લગ્નનું આયોજન ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.
કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે કરવું પડશે પાલન
કોરોના સંક્રમણની સ્થિતિ જોતા તંત્ર દ્વારા લગ્ન સમારંભોમાં કેટલા લોકો જાય છે અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામા આવે છે કે નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને જો લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વિગેરે નિયમોનું પાલન ન નહી કરનારા લોકોને દંડ પણ ફટકારવામાં આવશે.
રાજકોટની ઘટના દુ:ખદ
રાજકોટમાં બનેલી આગની ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પ્રદીપસિંહે કહ્યું કે, એ.કે. રાકેશ આ મામલે 3 દિવસમાં અહેવાલ રજૂ કરશે અને તપાસ માટે SITની રચના કરાઈ છે. ઘટનામાં બેદરકારી અને આગના કારણોની તપાસ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.