શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર અમદાવાદ અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ બોટાદ દ્વારા આયોજિત ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપક્રમે તા. 15 /12/ 2024 ને રવિવારના રોજ આર્ય પ્લાઝાની બાજુમાં, પાળિયાદ રોડના શ્રી સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ અને સાંસ્કૃતિ સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કીર્તન ભક્તિ, સંસ્કૃતિને ઉજાગર કરવા ગામઠી રોટલા અને શાક જાતે તૈયાર કરવા, લોક સાહિત્ય ડાયરો અને RSS દ્વારા રાષ્ટ્ર ધર્મની માહિતી આપવામાં આવી હતી.
તેમજ આ અવસરે મંદિરના પ્રવેશદ્વારની દીવાલે કાયમી પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બોટાદના માનવંતા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પૂજ્યસંતોએ જીવન જીવવાની કળા (art of living) શિક્ષાપત્રી વિશે પ્રેરણા દાયક પ્રવચન આપ્યું હતું અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ કનુભાઈ ખાચર
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.