Diwali 2024 In US News : ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે અવકાશમાંથી જ રેકોર્ડ કરેલો વીડિયો સંદેશ મોકલ્યો
Diwali 2024 In US : દિવાળીના તહેવારની ન માત્ર ભારતમાં પણ જ્યાં-જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન US પ્રમુખ જો બિડેને વ્હાઇટ હાઉસમાં વાર્ષિક દિવાળી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ શ્રી થાનેદાર, યુએસ સર્જન જનરલ વાઈસ એડમિરલ વિવેક એચ. મૂર્તિ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથ સહિત ભારતીય મૂળના નાગરિકો સહિત 600 થી વધુ લોકોએ હાજરી આપી હતી.
આ દરમિયાન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે અવકાશમાંથી જ રેકોર્ડ કરેલો વીડિયો સંદેશ મોકલ્યો હતો. વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પરંપરાને આગળ વધારતા રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે, મારા માટે એ સન્માનની વાત છે કે રાષ્ટ્રપતિ તરીકે મને વ્હાઇટ હાઉસમાં દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવાની તક મળી.
શું કહ્યુ જો બિડેને ?
દિવાળીના મહત્વ અને ખાસ કરીને તેમની સરકારમાં રહેલી વિવિધતાની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે, રાષ્ટ્રપતિ તરીકે મને વ્હાઇટ હાઉસમાં દિવાળીના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન કરવાનું સન્માન છે. આ મારા માટે ખાસ પ્રસંગ છે. મારા સ્ટાફના ઘણા અગ્રણી સભ્યો છે જેઓ વિવિધતામાં એકતાના ઉદાહરણ છે, જેમાંથી વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ડૉ. મૂર્તિ ખાસ કરીને અગ્રણી છે.બિડેને કહ્યું કે, દક્ષિણ-એશિયન અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ભાગને સમૃદ્ધ બનાવ્યો છે. તે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો સમુદાય છે. હવે વ્હાઇટ હાઉસમાં દિવાળી ગર્વભેર ઉજવાય છે. વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવતા બિડેને કહ્યું કે, દક્ષિણ એશિયન અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ભાગને સમૃદ્ધ બનાવ્યો છે. આ વાત સાચી છે. તે દેશમાં સૌથી ઝડપથી વિકસતા સૌથી વધુ સક્રિય સમુદાયોમાંનો એક છે.
નોંધનિય છે કે, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ફર્સ્ટ લેડી જીલ બિડેન વ્હાઇટ હાઉસમાં આયોજિત સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે ફર્સ્ટ લેડી જીલ બિડેન અહીં આવવા માંગતી હતી પરંતુ તે વિસ્કોન્સિનની યાત્રા કરી રહી છે અને કમલા હેરિસ પણ પ્રચાર કરી રહી છે.
સુનિતા વિલિયમ્સે પોતાના સંદેશમાં શું કહ્યું?
સુનીતા વિલિયમ્સે પોતાના વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે, આ વર્ષે મને પૃથ્વીથી 260 માઈલ દૂર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી દિવાળી મનાવવાનો અદ્ભુત અવસર મળ્યો છે. મારા પિતાએ અમને દિવાળી અને અન્ય ભારતીય તહેવારોની દરેક માહિતી આપીને અમારા મૂળ સાથે જોડાયેલા રાખ્યા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ અમારી અને અમારા સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરવા બદલ તમારો આભાર અને અમારા સમુદાયના યોગદાનને મહત્વ આપવા બદલ તમારો આભાર.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.